DHARMA BINDU @ 09:50AM, MON-WED & FRI

આ ગ્રંથના કર્તા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા અને ટીકાકાર આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિ મહારાજાને કોટી કોટી વંદન. પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવકધર્મ અને સાધુધર્મનું વિસ્તારથી સ્વરૂપ બતાવેલ છે. જેના દ્વારા યોગ્ય જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિપૂર્વક દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ પાળવા સ્વભૂમિકા અનુસાર સમર્થ બની શકે છે.
પ્રસ્તુત ભાગ-1માં ધર્મ,અર્થ અને કામ ત્રણે પુરુષાર્થનું સેવન સુખ પ્રાપ્તિ અર્થે જ જીવ કરે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ધર્મ જ છે. તેથી પૂર્ણધર્મ સેવવાની શક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધિ ધર્મથી નિયંત્રિત અર્થ અને કામ પુરુષાર્થની પ્રવૃત્તિ કરીને સ્વભૂમિકા અનુસાર સામાન્ય કે વિશેષ ગૃહસ્થધર્મનું સેવન કઇ રીતે કરવું જોઇએ ? જેથી દુર્લભ મનુષ્યભવ પામીને જીવ આલોક અને પરલોકમાં હિત કરી શકે તેનું સુંદર વિવેચન કર્યું છે.
તત્વજિજ્ઞાસુ જીવો સામાન્ય ગૃહસ્થધર્મ અને વિશેષ ગૃહસ્થધર્મનું વર્ણન વાંચીને પોતાની સ્વભિકા અનુસાર શક્તિ આદિને અનુરૂપ ધર્મનું યોગ્ય સેવન કરીને ભાવની ઉતરોત્તર વિશુદ્ધિ દ્વારા ધર્માના ફલરૂપે મોક્ષની પ્રાપ્તિ કરે એજ અભ્યર્થના.
Course Features
- Lectures 1
- Quizzes 0
- Duration 210 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 41
- Assessments Yes
Students List
Udita
Dharma Bindu by Rajubhai Sir.
Excellent Teacher!!