SOOTRARTH (2 Pratikaman Arth Sahit) @ 9:00PM

પરમાત્માએ ત્રીપદી આપ્યા પછી ગણધરોના મસ્તકે વાસક્ષેપ કર્યો. પરમાત્માનો વાસક્ષેપ પ્રાપ્ત થતાં જ તેમના જ્ઞાનાવરણીય કર્મનો જબરજસ્ત ક્ષયોપશમ થયો. આ ત્રીપદીના આધારે. પરમાત્માની કૃપાના પ્રભાવે તેમણે દ્વાદશાંગીની રચના કરી. પરમાત્માના આપેલ દેશના તેને ગણધર ભગવંતોએ સૂત્ર સ્વરૂપે ગૂંથી જે આગમ સૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. આપણને પ્રાપ્ત થયેલ આવશ્યક સૂત્રો પણ આગમ કહેવાય છે. તે ગણધર ભગવંત રચિત છે. પરમાત્મા સાથે સાક્ષાત્ સંબંધ કરાવનારી આ સૂત્રો મંત્રાક્ષર રૂપે છે. તેમાં તત્ત્વજ્ઞાનનો મહાસાગર ધુઘવાટ કરી રહ્યો છે. તેના અર્થ વિશિષ્ટ છે. તે અર્થ અને રહસ્યોને કદાચ ન જાણીએ તો સૂત્ર પોતે જ મંત્રાક્ષર સ્વરૂપ હોવાથી આત્મામાં પ્રસરેલા કામ, ક્રોધ, ઇર્ષ્યા, નિંદા, લાલસા વિગેરે દોષોને નાશ કરવા સમર્થ છે. પરંતુ તે સૂત્રની સાથે જો તેના અર્થ તથા રહસ્યની સમજણ પણ હોય તો સૂત્ર બોલતી વખતે તેના અર્થ નજરમાં આવતા આપણા ભાવોમાં વિશેષ ઉછાળો આવે. પરમાત્મા, પરમાત્માના આગમ તથા પરમાત્માના શાસન પ્રત્યે વિશેષ અહોભાવ પ્રગટ થશે. પરિણામે તે સૂત્ર બોલવાની પ્રત્યેક ક્ષણે અનંતાનંત કર્મનો નાશ થશે. તેથી સૂત્ર ભણવાની સાથે સાથે તેના અર્થ તથા રહસ્ય જાણવા માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ.
Course Features
- Lectures 16
- Quizzes 0
- Duration 115 hours
- Skill level All levels
- Language English
- Students 93
- Certificate No
- Assessments Yes
Lesson
- Navkar Sutra
- Lesson # 5 : 8th July 2020
- Lesson # 6 : 10th July 2020
- Lesson # 7 : 13th July 2020
- Lesson # 8 : 15th July 2020
- Lesson # 9 : 17th July 2020
- Lesson # 10 : 20th July 2020
- Lesson # 11 : 22th July 2020
- Lesson # 12 : 24th July 2020
- Lesson # 13 : 27th July 2020
- Lesson # 14 : 29th July 2020
- Lesson # 15 : 31th July 2020
- Lesson # 16 : 7th Aug 2020
- Lesson # 17 : 10th Aug 2020
- Lesson # 18 : 12th Aug 2020
- Lesson # 19 : 14th Aug 2020
Students List
Dilipbhai Vasa
Sootrarth
Pranam Guruji I have not received the mail but my name is there in students list, please give me details of class and how to join it.If any whatsapp group is there, please send me link.